Madhuram - The Dental Hub

Madhuram - The Dental Hub We provide all types of Dental and Orofacial treatments by Dentists From Govt. Dental college, Gujarat with years of private practice experience

27/06/2017

LIKE this post if you had brushed your teeth yesterday night.

Oops..You didn't, Don't worry, you can still do this 👇

SHARE this post if you are going to brush your teeth tonight.

16/05/2017

There are so many reasons to SMILE... Just look for them :)

26/04/2017

તમે પાંચ લાખની ગાડીમાં
ક્યારેય કેરોશીન નથી નાખતાં,

કેમ?

ગાડીનું એન્જીન ખરાબ થઇ જાય..

પાંચ લાખની ગાડીની તમને એટલી ચિંતા છે?

ક્યારેય મોઢામાં તમાકુ, બીડી, ગુટખા, દારૂ નાખતા વિચાર્યું છે કે, કીડની, લીવર, ફેફસા, મોઢું ખરાબ થઇ જશે તો?

કરોડો ના આ મુલ્યવાન શરીરની પણ એટલીજ ચિંતા કરો જેટલી ગાડી અને બાઈક ની કરો છો.

દુનિયા માટે તમે ફક્ત એક વ્યક્તિ છો,
પણ તમારા પરિવાર માટે તો તમેજ આખી દુનિયા છો.

પોતાનો ખયાલ રાખો,
વ્યસન થી દુર રહો...🙏

22/08/2016

કઈ ટુથપેસ્ટ સારી ?

ટીવી કે અન્ય મીડિયા પર જુદીજુદી ઘણી બધી ટુથપેસ્ટની જાહેરાતો (લગભગ બધી ગેરમાર્ગે દોરતી) ચાલુ જ હોય છે. લોકો મુંઝાય છે, કોની વાપરવી ?. સારવાર પૂરી થયા પછી દર ચોથો દર્દી જતાજતા છેલ્લી મુંઝવણ દુર કરવા પૂછી બેસે, સાહેબ, કઈ ટુથપેસ્ટ સારી?

આ તો એના જેવો પ્રશ્ન થયો કે જાણે વિદ્યાર્થી શિક્ષકને પૂછતો હોય કે “ સાહેબ, પરીક્ષામાં વધારે માર્ક આવે તેના માટે કઈ કંપનીની પેનથી પેપર લખવું જોઈએ.” હવે તમે જ વિચારો આનો શું જવાબ હોઈ શકે. જવાબ તમને ખબર છે, છતાં, પ્રાસનો મેળ કરવા લખું છું. જેમ પેપર લખવા માટે પેન જરૂરી છે, તેમ દાંત બ્રશ કરવા માટે ટુથપેસ્ટ હોવી જોઈએ, કઈ કંપનીની છે, કેટલા રૂપિયાની છે, કયા કલરની છે, તેમાં મીઠું છે કે નહિ, તે બિલકુલ મહત્વનું નથી. હોવી જોઈએ, બસ. કિમંતી ટુથપેસ્ટથી દાંત વધુ સારા સાફ થાય એવું બિલકુલ જરૂરી નથી.

મારા ઘણા દર્દીઓ પાસેથી અનેકવાર સંભાળવા મળ્યું છે કે “સાહેબ, સો રૂપિયા વાળી ફેમવે ની ટુથપેસ્ટ વાપરું છું, તોય દાંત દુખ્યા જ રાખે છે.” ભાઈ ( કે બહેન) ટુથપેસ્ટ માત્ર દાંતની રોજીંદી સફાઈ માટે ઉપયોગમાં લેવાની વસ્તુ છે, આ કોઈ દવા નથી. હા, દવાવાળી ( મેડિકેટેડ) ટુથપેસ્ટ આવતી હોય છે. દાંતની કેટલીક તકલીફ જેમ કે દાંત સેન્સીટીવ હોય, તો આવી તકલીફ વાળા દર્દીઓને ડોક્ટરની સલાહથી તેવી ટુથપેસ્ટ વાપરવી જોઈએ. બધાએ આવું કરવું જરૂરી નથી.

દાંતની સારી સફાઈ માટે સારું બ્રશ હોવું મહત્વનું છે. અને તેનાથી પણ વધારે મહત્વનું છે, બ્રશ કરવાની સાચી વૈજ્ઞાનિક ટેકનીક. મોટાભાગના લોકો ખોટી ટેકનીકથી બ્રશ કરતા હોય છે, એટલે સારું રિઝલ્ટ મળતું નથી. ટુથપેસ્ટ એ દાંત સાફ કરવાનું એક માધ્યમ માત્ર છે. જેમ પેપર લખવા માટે પેન. અગત્યનું છે, તમારું નોલેજ અને ઈચ્છા.

એક ન ગમતી કડવી વાત.

તમારી પાસે ટુથપેસ્ટ છે, સારું બ્રશ છે, બ્રશ કરવાની સાચી ટેકનીકનું જ્ઞાન છે, છતાં દાંત બરાબર સાફ ન થતા હોવાનું મોટું કારણ છે, ઈચ્છા. વલણ (attitude). બ્રશ કરવામાં વેઠ ઉતારવાની ટેવ, પુરતો સમય નથી એવું બહાનું. બ્રશ કરતી વખતે બેધ્યાન હોવું.

હવે, કેટલાક જાણવા તેવા મુદ્દા.

• દુનિયાની કોઈ ટુથપેસ્ટ કુદરતી રીતે જ પીળા દાંત ને સફેદ કરી શકાતી નથી. જેમ, સ્કીન માટેની કોઈ ફેયરનેસ ક્રીમ કાળી સ્કીન ને ગોરી નથી બનાવી શકતી. જાહેરાતમાં માં કરતો આવો આવો દાવો સદંતર ખોટો હોય છે.
• ટુથપેસ્ટમાં રહેલા કેલ્સિયમને દાંત કયારેય સીધું ગ્રહણ કરી શકતું નથી.
• બધી ટુથપેસ્ટ એક સરખું જ કામ આપે છે.( જેમ કે બધી પેન) કોઈ પણ વાપરો, કોઈ ફરક પડતો નથી. જેનો કલર તમને ગમતો હોય, ટેસ્ટ ગમતો હોય, અને પરવડે એ લેવી. જાહેરાતમાં કરાયેલા દાવાઓને ગંભીરતાથી લેવા નહિ.

Address

Madhuram Dental Hub, FF3, Om Sharanam Apartment, Opp Vinukaka Marg, Near Elecon Garden
Vallabh Vidyanagar
388120

Opening Hours

Monday 10am - 2pm
4pm - 9pm
Tuesday 10am - 2pm
4pm - 9pm
Wednesday 10am - 2pm
4pm - 9pm
Thursday 10am - 2pm
4pm - 9pm
Friday 10am - 2pm
4pm - 9pm
Saturday 10am - 2pm
4pm - 9pm

Telephone

+91 9429823464

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhuram - The Dental Hub posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Madhuram - The Dental Hub:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category